અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. SVEEP અંતર્ગત અમરેલી-૯૫ વિધાનસભા મતવિસ્તારની શ્રી ચિતલ હાઈસ્કૂલમાં રંગોળીના માધ્યમથી મત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. "ઘડવા દેશનું ભવિષ્ય મતદાન કરો અવશ્ય" થીમ પર વિદ્યાર્થીઓ-શિક્ષકોએ સુંદર રંગોળી તૈયાર કરી હતી અને મતદાનનું મહત્વ રંગોળી દ્વારા સમજાવવામાં આવ્યું હતું

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.