સુરત ના પલસાણા માં વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી.
પલસાણા તાલુકાનાં એક ગામની વિધવા મહિલા સાથે દુષ્કર્મ ની ઘટના બની હતી. બે ઇસમો એ પોલીસ ની ઓળખ આપી જબરજસ્તી કાર માં બેસાડી જઇ સૂમસામ જગ્યા પર વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ સંદર્ભે કડોદરા જી. આઈ. ડી. સી. પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. કડોદરા પોલીસ એ હરકત માં આવી કામરેજ ના ઉભેળ ગામ નો કલ્પેશ કોળી પટેલ તેમજ ધોરણ પારડી ગામ નો મનીષ રાઠોડ ની ધરપકડ કરી લીધી હતી.