નેશનલ જલ જીવન મિશન દિલ્લી અને વાસ્મો અમરેલીના સયુંકત ઉપક્રમે કોસ્ટલ સેલીનીટી પ્રીવેન્શન સેલ- રાજુલા દ્વારા તારીખ ૧૪-૧૫ ના રોજ સમુદાય સ્તરીય હિત ધારકોની નિવાસી પ્રશિક્ષણ કાર્યક્રમ લેવલ- ૩ ની બે દિવસીય તાલીમનું લાયન ડેન્સ રિસોર્ટ,તરસિંગડા ધારી ખાતે આયોજન કરવામાં આવ્યું,જેમાં રાજુલા, જાફરાબાદ તાલુકાના ૧૫ ગામના સરપંચ,ઉપ સરપંચ અને પાણી સમિતિના સભ્યો સહીત ૬૦ લોકોએ ભાગીદારી નોંધાવી હતી,
પ્રશિક્ષણ તાલીમમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા વાસ્મો યુનિટ મેનેજર વામજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એમણે એમના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો,સાથે પાણી સમિતિના સભ્યોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.કોસ્ટલ સેલીનીટી પ્રિવેન્શન સેલ અમદાવાદ થી અરવિંદભાઈ પરમાર,CMF સંસ્થા રાજસ્થાન થી નરેન્દ્ર ભાઇ,CINI સંસ્થા માંથી ધર્મેશભાઈ ત્રિવેદી,દશરથભાઈ બારૈયા રાજુલા ક્લસ્ટર મેનેજર અનુરાગભાઈ ચતુર્વેદી,મનોજભાઈ મોરી અને CSPC રાજુલા ટીમ હાજર રહીને પાણી સમિતિને સંચાલન અને નિભાવણી વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી,સાથે વોટર ક્વોલીટી,વોટર ઓડીટ,વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવા તથા પાણી ગુણવતા અને તેના મહત્વ પર સઘન ચર્ચા કરવામાં આવી હતી.બીજા દિવસે ધોકડવા-ગીર ગઢડા ગામમાં પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ એભલભાઈ બામભણીયા,પાણી સમિતિના સભ્ય મનુભાઈ અને તેની ટીમ દ્વારા સફળ પાણી સમિતિનું સંચાલન અને પાણી વેરો એકત્ર કરવા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે સહભાગી પાણી સમિતિના સભ્યો પોતાના ગામની યોજના સુદ્રઢ કરવા અને સારા સંચાલન માટે સંકલ્પ લીધો હતો.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.