જીએસટી વિભાગ દ્વારા થોડા દિવસો પહેલાં સુરત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં બોગસ બિલિંગ કરનારી પાર્ટીઓ પર એકસાથે તપાસ કરવામાં આવી હતી.

જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં પણ ૨૫ પાર્ટીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 11 જેટલી પાર્ટીઓ બોગસ મળી આવી હતી. ડિપાર્ટમેન્ટ દ્વારા આ તમામ પાર્ટીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેમના રજિસ્ટ્રેશન રદ કરવા માટે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.