હળિયાદ ગામે શાળાની દિવાલ ધરાશાયી, રવિવારની રજા હોવાથી શાળા બંધ હોય મોટી દુર્ઘટના ન સર્જાઇ 2017-18માં આ બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તંત્રએ આ બાબત ધ્યાને ન લીધી વલભીપુર તાલુકાના હળીયાદ ગામે ગઇકાલે રવિવારે પ્રાથમીક શાળાની ટોયલેટ તરફની દિવાલ એકાએક ધરાશયી થઇ હતી પરંતુ રવિવારની રજા હોવાથી સંભવીત જાનહાની ટળી હતી.શાળાના સમારકામ અંગે 2017-18ના વર્ષ દરમ્યાન પૂર્વ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવેલ અને ઠરાવો પણ કરાવામાં આવેલ છે તેમ છતાં તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી ન હતી અંતે દાતા દ્વારા રજૂઆત કરેલ અને શાળામાં દાતા તરીકે ત્રણ રૂમ બનાવી આપેલ જેથી હાલની મોટી દુર્ઘટના ટળી નહીં તો જુના ઓરડાઓ પણ બાકાત ન રહેત. શાળાના બાંધકામ માટે એસ.એમ.સી.તરીકે પણ ઠરાવ કરેલ છે નાણાપંચમાં પણ લેવામાં ઠરાવ કરેલ જે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરેલા હતા.અને આ કામને પ્રાથમીકતા આપવાને બદલે અન્ય બીજા ઠરાવ કરીને શાળાનું કામ અટકાવવામાં આવેલ અને આ સમગ્ર બાબત પાછળ પંચાયતના તલાટીના કારણે શાળાની દિવાલનો મુદો લેવામાં આવેલ નથી. સરપંચને અને તલાટી દ્વારા રીપેરીંગ બાબતે આજ સુધી શાળા માટે કોઈ કામગીરી કરેલ નથી.ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ 14માં નાણાપંચની જોગવાઇ અન્વયે 20 ટકા ગ્રાન્ટ વાપરવામાં આવે છતા પાંચ વર્ષમાં એક પણ શાળા માટે ગ્રાન્ટ વાપરેલ નથી અને આજ સુધી એ ઠરાવ અમલમાં નથી લીધો તેના કારણે આ ઘટના ઘટવા પામી છે તેઓ આક્ષેપ પૂર્વ સરપંચ સિધ્ધરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે