૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા સિહોરના ઘાંઘળી રોડની દુર્દશાથી વાહનચાલકો ઉપર જીવનું જોખમ મંડરાઈ રહ્યાંછે. હાઈવે પર પડેલા મોટા-મોટા ખાડાના કારણે વાહનોને નુકશાની થઈ રહી છે. જેનાથી સામાન્ય જનતા ઉપરાંત ઉધોગકારો પણ પરેશાન થઈ ગયા હોય, રોડનું સમારકામ કરાવવા માર્ગઅને મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરાઈ છે. સિહોરનો ઘાંઘળી રોડ રાજ્ય ધોરીમાર્ગનો એક ભાગ છે. પરંતુ આ રોડની હાલત ગામડાના રસ્તા કરતા પણ વધુ ખરાબ બની ગઈ છે. વરસાદમાં ધોવાણના કારણે ઘાંઘળી રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે ભૂતકાળમાં ગંભીર અકસ્માતો સર્જાયા છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્રારા રસ્તાનું રિપેરીંગ કામમાં કરવામાં આવ્યું નથી. જેના કારણે આ માર્ગ પરથી કોઈપણ વાહનચાલક્ને પસાર થવું દુઃસ્વપ્ત સમાન બની ગયું છે. રોડની દુર્દશાને કારણે વાહનોમાં નુકશાની એ રોજિંદી બાબત બની ગઈ છે. આ રસ્તો અમદાવાદ અને પાલિતાણાને જોડે છે. જેથી ખાનગી વાહનો, સરકારી બસની સતત અવર જવર રહેતી હોય છે. ત્યારે વરસાદના સમયમાં આ માર્ગ મુસાફરી માટે જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ છે. વળી, ઘાંઘળી રોડ, સિહોર જીઆઈડીસી-ર વગેરે જગ્યાએ સ્ટીલ રી-રોલીંગ મીલ, ઈન્ડક્શન ફર્નેશ ઈન્ડસ્ટીઝો આવેલી હોય, હાઈવે રોડની જર્જરીત હાલતથી ઉધોગકારોપણ પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે રસ્તાનું સમારકામ કરી લોકોને પડતી હાડમારીનો અંત લાવવા સિહોર સ્ટીલ રીરોલીંગ મીલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ પટેલે ભાવનગર સ્થિત માર્ગ અને મકાન વિભાગના એક્ઝીક્યૂટ્ીવ એન્જીનિયરને.લેખિતમાં રજૂઆત કરી છે મોટા-મોટાખાડા પડયાં, ગંભીર અકસ્માતો છતાં તંત્ર પાસે ખાડા પૂરવાતો સમય તથી, હાઇવે રોડતી જર્જરીત ડાલતથી ઉદ્યોગકારો પણપરેશાત, સિકોર સ્ટીલ રી-રોલીગ મીલ એસોસિએશતે રજૂઆત કરી