પોરબંદરની અંદર વર્ષોથી માનવસેવા એજ પ્રભુસેવાના મંત્ર સાથે કામ કરતી સંસ્થા એટલે લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ નિરાધારનો આધાર એટલે લાલબત્તીવાળા મામાદેવ દ્વારા વિના મૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો 1000થી વધુ દર્દીઓએ લાભ લીધો .આ કેમ્પમાં પોરબંદર અને રાજકોટના નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં ડોક્ટર દેવેન્દ્ર સોજીત્રા, ડોક્ટર રાહુલ કોટીયા, હેતલબેન પંડ્યા, ડોક્ટર સંજય ઠકરાર,  રાજકોટના ડોક્ટર જયસુખ મકવાણા અમદાવાદના મહેશભાઈ બુકેલીયા દર્દીઓને સારવાર અને આ કેમ્પમાં વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી 


આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો 10 વર્ષથી માંડીને 80 વર્ષના દર્દીઓએ લાભ લીધો. ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં બ્લડની તંગી હોવાથી રક્તદાન પણ કેમ્પ યોજાયો હતો રક્તદાન કેમ્પની અંદર રક્તદાતાઓએ 22 બોટલ રક્તદાન કર્યું હતું રક્તદાતાઓને ઠંડુ રહે તેવી પાણીની બોટલ કાપડની બેગ ડોક્યુમેન્ટ રાખવા માટે ફાઈલ લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગિફ્ટમાં આપી દાતાઓનો આભાર પણ માન્યો હતો  આંખના દર્દી 390 જનરલ દર્દી 350 ડાયાબિટીસ બીપીની તપાસ 185 દાતના ઇન્જેક્શન વિના અને જાલંધર બંધ પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવ્યા 75 દર્દી જરૂરિયાત દર્દીને આંખના નંબરના ચશ્મા વિના મૂલ્યે આપવામાં આવ્યા 50 દર્દીને લાલબત્તીવાળા મામા દેવ ટ્રસ્ટની આ સેવા જોઈને પોરબંદર સિવાયના ગામોના દર્દીઓએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. 


આ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પને સફળ બનાવવા લાલબતી વાળા મામાદેવ ટ્રસ્ટની ટીમે જહેમત ઉઠાવી હતી.