સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપરથી પ્રતિદિન અકસ્માતોની ગોઝારી ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે વાહનચાલકો બેફામ રીતે વાહનો ચલાવી અને માનવ જિંદગીને હણી રહ્યાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સાયલા ચોટીલા હાઇવે ઉપર આવેલા મઘરીખડા ગામના પાટીયા પાસે પોતાના બંધ ટ્રકને રીપેરીંગ કરી રહેલા ડ્રાઈવરને પાછળથી આઇસરના ચાલકે ધડાકાભેર માથે ચડાવી અને ટ્રકના ડાઈવરને ઘટનાસ્થળે મોતને ઘાટ ઉતારી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા મઘરીખડા ગામના પાટીયા પાસે સાયલા નેશનલ હાઈવે ઉપર બંધ પડેલા ટ્રકને રીપેરીંગ કરી રહ્યા હતા. ત્યારે બંધ ટ્રકના ડ્રાઈવરને પાછળથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલા આઇસરના ચાલકે આ ટ્રક સાથે ધડાકાભેર અથડાવતા ઘટનાસ્થળે જ ગંભીર ઇજા સાથે ટ્રક ડાઈવરનું મોત નિપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે તાત્કાલિક અસરે ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.