મહેસાણા : ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્ટેડિયમ મહેસાણા ખાતે કરોડોના ખર્ચે બનવા પામ્યું છે. આ સ્ટેડિયમ વિશાળ અને અદ્યતન બનાવવામાં આવ્યું છે. જેમાં સ્ટેડિયમ બનવાના કારણે ઉત્તર ગુજરાતના ખેલાડીઓ માટે આ સ્ટેડિયમ આશીર્વાદરૂપ સાબિત બનશે. જેનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે.

મહેસાણા પાલિકા દ્વારા રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉત્તર ગુજરાતના પ્રથમ એવા વિશાળ અને અદ્યતન સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ આવતી કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ઉપસ્થિતમાં કરવામાં આવવાનું છે. જેની તડામાર તૈયાર ચાલી રહી છે.

મહેસાણા ખાતે બનેલું સ્ટેડિયમ એક વિશાળ અને અદ્યતન રૂપ લઇ રહ્યું છે. મહેસાણા પાલિકા દ્વારા શહેરના હજારો યુવાનો અને ખેલાડી રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ અદ્યતન ક્રિકેટ પ્લે ગ્રાઉન્ડ સાથેનું સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે. જેમાં કુલ 41 હજાર 100 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં ઉભા કરાયેલા આ સ્ટેડિયમમાં 62 મીટર બાઉન્ડ્રી, 5 હજાર દર્શકોને બેસવાની ક્ષમતા વાળું પવેલીયન, સીઝન બોલથી ક્રિકેટ રમવા માટેની પાંચ પીચ તથા ગ્રીન ફિલ્ડ, પ્રેક્ટીસ માટેની અલગ પાંચ પીચ, બાસ્કેટ બોલ, ટેનિસ રમવા માટેની સુવિધા, બાસ્કેટ બોલ કોચ, વોલીબોલ ટેનિસ રમવા માટેની, 250 કાર, 1 હજાર ટુ વ્હીલ પાર્ક કરી શકાય તેવું વિશાળ પાર્કિંગ, ચેન્જ રૂમ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.