મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો . હિંદુઓનું આસ્થાનું કેન્દ્ર , જગતગુરુ એવા ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ અને અરબી સમુદ્રના છેવાડે આવેલું બેટ દ્વારકા આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સ્થિત છે અને કરાચીંથી ઘણું નજીક હોવાના કારણે આ અતિ સંવેદનશીલ સ્થળની સુરક્ષા કરવી અત્યંત જરૂરી બની ગઈ છે ત્યારે છેલ્લા અઢી દાયકાથી અહીં ખૂબ મોટા પ્રમાણમાં અમુક ચોક્કસ કોમ્યુનિટી દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા . જેના લીધે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં અસામાજિક પ્રવૃતિઓ પણ વધી ગઈ હતી . આ બાબતે આહીર યુવા સંગઠનના જાગૃત યુવાનોએ દ્વારકાધીશ મંદિર , વહીવટી તંત્ર , રાજય સરકાર તેમજ પી.એમ.ઓ. સુધી રજૂઆતો પણ કરી હતી . બેટ દ્વારકામાં લાખોની સંખ્યામાં લોકો દૂર-દૂરથી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે . ત્યારે ત્યાં આવા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણોના કારણે ભક્તોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો સાથે સાથે રાજ્યની સલામતી અને સુરક્ષાને પણ મોટું જોખમ ઊભું થઇ રહ્યું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉપરોક્ત તમામ બાબતને ગંભીરતાથી નોંધ લઈને અડધાથી પણ વધારે બેટ દ્વારકામાં ગેરકાયદેસર આચરવામાં આવેલા દબાણો દૂર કરવા ઓપરેશન મેગા ડિમોલિસન શરૂ કર્યું હતું . આહીર યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્ય સરકારની આ કામગીરીને બિરદાવી હતી . અને તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , ગૃહ મંત્રી હર્ષ સંઘવી , ગુજરાત પોલીસ તેમજ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો .
રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.