જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના માર્ગદર્શન હેઠળ બોટાદ પશુપાલન વિભાગ અને મધુસુદન ડેરી દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી પશુપાલન વિભાગની ૧૨ જેટલી ટીમો દ્વારા જિલ્લાના ૨૮,૩૨૧ જેટલા નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બોટાદ જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.આર.જી.માળીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં ૭૫ ગામોમાં ૫૨૪ જેટલા પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે. જિલ્લાના ૨૮,૩૨૧ પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણથી રક્ષીત કરવામાં આવ્યાં છે. જિલ્લામા હાલ પુરતા પ્રમાણમાં વેક્સિન ડોઝ ઉપબલ્ધ છે. અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલું છે. પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો તાત્કાલિક ૧૯૬૨ હેલ્પલાઈન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા જાહેર અનુરોધ કર્યો છે.