નર્મદા ડેમમાંથી ફરી પાણી છોડાયું....જાણો કેટલી માત્રામાં છોડશે પાણી..
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા બંધ તેની ઉપર દરવાજા લગાવ્યા બાદ ત્રીજી વાર સંપૂર્ણ સપાટીએ ભરાયો હતો ચાલુ વર્ષે શરૂઆતમાં ચોમાસાની સીઝન સારી રહેતા નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો નર્મદા ડેમને 138.68 મીટર સુધી ભરવામાં આવ્યો હતો ત્યારે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા હતા
હાલ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૮.૬૭ મીટરે પહોંચી છે પાણીની આવક ૨,૮૦,૩૯૮ ક્યુસેક છે ૧૭ સપ્ટેમ્બર રાત્રે ૦૯ કલાકથી ડેમના ૨૩ દરવાજા ખોલી ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે ઉપરાંત પાવર હાઉસ માંથી ૪૫ હજાર ક્યુસેક એમ કુલ ૨.૯૫ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડશે જેથી નદી ફરીથી બે કાંઠે જોવા મળશે કાંઠા વિસ્તારોમાં એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે