. ગુન્હાની વિગતઃ જાફરાબાદ ટાઉનમાં બંદર ચોક વિસ્તારમાં આવેલ ચામુંડા એન્જિનિયરિંગ નામની દુકાનમાં ગઇ તા .૨૮ / ૦૯ / ૨૦૨૨ ના ક .૨૦ / ૦૦ થી તા .૩૦ / ૦૯ / ૨૦૨૨ નાં કલાક ૧૧/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે દુકાનની બારી તોડી અંદરથી થ્રી - ફેજ મોટર નંગ -૦૧ કિ.રૂ .૪,૦૦૦ / - તથા સ્ટીલની શાફટીંગ નંગ -૦૨ કિ.રૂ .૧૪,૦૦૦ તથા લોખંડની શાફ્ટીંગ નંગ -૦૧ કિ.રૂ .૩,૦૦૦ / - તથા સ્ટીલના સર્કલ નંગ -૦૨ કિ.રૂ .૩,૦૦૦ / -કુલ કિ.રૂ .૨૪,૦૦૦ / -નો સામાન ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે અંગે ચંદ્રેશભાઇ શામજીભાઇ પરમાર , ઉવ .૩૭ , ધંધો.વેલ્ડીંગકામ , રહે.રાજુલા , તા.રાજુલા , જિ.અમરેલી વાળા ફરીયાદ જાહેર કરતા જાફરાબાદ ટાઉન પો.સ્ટે , એ - પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૪૨૨૦૬૧૨ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૫૭ , ૮૦ મુજબ ગુન્હો રજી . થયેલ . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં બનેલ મિલકત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડી , ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું . ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ તા .૧૮ / ૧૦ / ૨૦૨૨ ના રોજ જાફરાબાદ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમને ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી , પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીઃ અસ્લમ સલીમભાઇ મુગલ , ઉ.વ .૨૭ , રહે.જાફરાબાદ , તુર્કી મહોલ્લા , તા.જાફરાબાદ , જિ.અમરેલી . છ પકડાયેલ મુદ્દામાલ થ્રી - ફેજ મોટર નંગ -૦૧ કિ.રૂ .૪,૦૦૦ / - તથા સ્ટીલની શાફટીંગ નંગ -૦૨ કિ.રૂ .૧૪,૦૦૦ તથા લોખંડની શાફટીંગ નંગ -૦૧ કિ.રૂ .૩,૦૦૦ / - તથા સ્ટીલના સર્કલ નંગ -૦૨ કિ.રૂ .૩,૦૦૦ / -કુલ કિ.રૂ .૨૪,૦૦૦ / નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી