મહેસાણા : વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. ગુજરાત બહારના નેતાઓની ગુજરાતમાં ચૂંટણીલક્ષી સભાઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસમાં ફરી વાર નારજગીનો દોર શરૂ થઈ ગયો હોય તેવું થઈ રહ્યો છે. રાજ્યમાં કેટલાક જિલ્લા કોંગ્રેસમાં અંદરો અંદર નારજગી જોવા મળી રહી છે. થોડા સમય પહેલામાં પાટણમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ ઉઠી હતી એવી જ રીતે ફરી વાર એક જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોમાં નારજગી સામે આવી છે. મહેસાણામાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કાર્યકરોની નારજગી સામે આવી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં કાર્યકરોનો રોષ સામે આવ્યો છે. મહેસાણામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખળભળાટ મચી છે. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી સામે કાર્યકરોની નારાજગી સામે આવી છે. તેમજ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર અને પ્રભારી ગીતા પટેલ પર નાણાંના જોરે હોદ્દાઓની લ્હાણી કરતાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર હોદ્દાઓની લ્હાણી કરતા હોવાનો આરોપ મુકાયો છે. સમગ્ર બાબતે અત્યારે તો મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી સામે કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે જે બાબતે આજે મહેસાણામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોની બેઠક મળી છે. જે બેઠકમાં કિર્તીસિંહ ઝાલા, પ્રદેશ અગ્રણી નરેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. જેમાં પ્રમુખ રણજીતસિંહ ઠાકોર અને પ્રભારી ગીતાબેન પટેલ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ આયતી ઉમેદવાર આવશે તો નિષ્ક્રિય થવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.