છોટા ઉદેપુર વિધાનસભા સીટ કોંગ્રેસ નું ગઢ ગણાતી સીટ છે અહીં વર્ષોથી મોહનસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા આ વખતની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા એ ઉંમરના કારણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું હતું ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને પરિવાર સાથે ભાજપમાં જોડાયા હતા. મોહન સિંહ રાઠવા ભાજપમાં જોડાતા સમગ્ર રાજ્યમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો અને ભાજપે છોટાઉદેપુર સીટ પરથી તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ને ટિકિટ આપી હતી ત્યારે આજે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા તેઓના સમર્થકો સાથે સેંકડો ની જનમેદની સાથે રેલી સ્વરૂપે પાવી જેતપુર થી નીકળી છોટાઉદેપુર સેવા સદન ખાતે તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.