સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ બનાવ અંગે જોરાવરનગર પોલિસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મહિલાઓ પણ સલામત ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ છેડતી હુમલા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામ ખાતે બાજુમાં રહેતા અને અવારનવાર સામાન્ય વાતને લઈને બોલાચાલી થતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો કરી અને ઘાયલ કરવામાં આવ્યા છે.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાસ્થળે પોલીસ દોડી જઈ અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ખેરાડી ગામ ખાતે રહેતા પૂનમબેન હસમુખભાઈ નામની મહિલાને જયેશ લખમણ રોજાસરા નામના વ્યક્તિએ ધારીયા વડે હુમલો કરી અને ઇજા પહોંચાડતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બંને આજુબાજુમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.