પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા છે. 3 રાહદારીઓને વાહન ચાલકે અડફેટે લેતાં બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું.તો ગંભીર રીતે ઘાયલ નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીત જણાતા પાલનપુર સિવિલ હોસ્પિટસમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.