દિવાળીના પર્વના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિહોર શહેર અને તાલુકામાં અત્યારથી દારૂખાનાની લારીઓમાં વિવિધ પ્રકારનાં ફૃટાકડાનું વેચાણ શરૂ થઇ ગયુ છે. જો કે ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં ૪૦ થી ૫૦ ટકા જેટલો વધારો થયો છે. દિવાળીના તહેવાર આવતા જ ફટાકડા દારૂખાનાનું વેચાણ કરતી હાટડીઓ ધમધમવા લાગી છે. તેમાં મોટાભાગે સીઝનેબલ ધંધો કરતા વેપારીઓ જોવા મળે છે. શહેરમાં ચાલુ વર્ષે દારૂખાનાનું વેચાણ કરવા વેપારીઓને કાયદેસર લાયસન્સ મેળવવાના હોઈ છે પરંતુ જાહેર માર્ગો પર લારીઓ તેમજ કેટલીક દુકાનોમાં ફટાકડા દારૂખાનાનું વેચાણ કરતી હાટડી ધમધમવા લાગી છે. દારૂખાનાના વેચાણના સ્થળે આગ જેવી દુર્ઘટના નિવારવાના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. તો ઘણા વેપારીઓ ફટાકડાથી આગ જેવી દુર્ઘટના સર્જાવાનું જોખમ હોચ ફટાકડાંના વેચાણ માટે લાયસન્સ લેવાની પળોજણમાં પડવાનું ટાળી રહ્યા છે. ચાલુ વર્ષે ફુલજર, ટેટા, સિંદરી બોલ, રોકેટ, ભોય ચક્કર, ફુવારા જેવા ફેન્સી ફટાકડાનો સમાવેશ થાય છે. આમ દિવાળીના પર્વની ઉજવણી માટે બજારમાં દરેક પ્રકારની દુકાનોમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.