ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પ્રોહિ./જુગારનાં કેસો શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન વનરાજભાઇ ખુમાણ પો.હેડ કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે, રોહિત જગાભાઇ જમોડ રહે.કરચલીયા પરા, ભાવનગર વાળાએ તેનાં દાદી રામુબેન બટુકભાઇ જમોડ રહે.જયોતિ સોપ ફેકટરીની પાછળ,પોપટનગર,ક.પરા, ભાવનગરવાળાનાં રહેણાંક મકાને તેની દાદીની જાણ બહાર ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મકાને આવેલ રૂમમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ/બિયર ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ પ્લાસ્ટીકની સીલપેક બોટલો તથા ટીનનો જથ્થો મળી આવેલ.જે અંગે નીચે મુજબનાં ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પો.સ્ટે.માં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં કરી વધુ કાર્યવાહી હાથ ધરી.