સમર્પણ ફાઉન્ડેશનના વૈભવ જોષીની ભાવનાથી યુવાને વતન ભાળ્યું

         મહારાષ્ટ્રના નાંદેલ જિલ્લાના સંદીપ કુમાર 1 વર્ષથી ગુજરાતમાં રસ્તા પર નિર્જીવ જીવન જીવી રહ્યા છે. સમર્પણ ફાઉન્ડેશન દ્વારા તેમના વતન પહોંચાડીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.  

               અજાણ વ્યક્તિની જાણ સમર્પણ ફાઉન્ડેશનને થતા સેવાભાવી યુવાન વૈભવ જોશી અને પ્રકાશ મકવાણા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા સંદીપ કુમારને પગ ન હતા.તે ભિક્ષા માંગીને પોતાની પાસે રોકડ રકમ પણ હતી પરંતુ પોતે પોતાના વતનમાં પોતાના પરિવાર પાસે જઈ શકતો ન હતો 

        તેમને આ સ્થળ પર કઈ રીતે પહોંચ્યા તેવું પૂછતા સંદીપ કુમારે જણાવ્યું હતું કે કોઈ તેમના પરિચિત ટ્રક ચાલક સાથે તેઓ પીપાવાવ બંદર ખાતે આવ્યા જ્યાં તેઓએ હોટલમાં જમવા માટે ઉતર્યા હતા બાદ ક્યાંથી ટ્રક ચાલકનો સંપર્ક છૂટ્યો હતો બાદ તેઓ રોડ પર ફરતા ફરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી પહોંચ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રસ્તા ઉપર નિરાધાર જિંદગી નથી જીવવી મારે ઘરે જવું છે ત્યારે તળાજા સમર્પણ ફાઉન્ડેશનના વૈભવ જોષી, અશોક મકવાણા પોતાની કારમાં મહારાષ્ટ્રના નાંદેલ જિલ્લાના બલીરામપુરા ખાતે તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ઘણા સમય પછી પરિવાર સાથે મિલન થતાં યુવાનનું હૈયું હાથમાં રહ્યું ન હતું તેમના સ્વજનો એ જણાવ્યું હતું કે અમે ઘણી તપાસ કરી પરંતુ કોઈ રીતે સંદીપ કુમારનો સંપર્ક થયો ન હતો આ તેનું મિલન થતાં સૌ કોઈની આંખોમાં હર્ષના આસું સરી પડ્યા હતા અને સેવાભાવી યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો