ખેડાનું ગૌરવ
નટુભાઈ પરમારને મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨ માટેનો ક્રાન્તિવીર મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ નટુભાઈ પરમારને એનાયત થયો છે. વંચિતો-દલિતોના પ્રશ્નોને વાચા આપતા પત્રકારત્વમાં એમના નોંધપાત્ર લેખન માટે નટુભાઈ પરમારને અમદાવાદ ખાતે આયોજિત જાહેર સમારોહમાં આ વિભાગના મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારને હસ્તે શાલ, સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને રૂપિયા પચાસ હજારની રકમના રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
મળેલ રોકડ પુરસ્કારની રકમને સમાજોપયોગી કામોમાં જ ખર્ચવાનો જેમનો નિર્ધાર છે તે પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર ખેડા જિલ્લાના ખેડા ગામના વતની છે.દલિત સાહિત્ય - પત્રકારત્વ પર નટુભાઈ પરમારના આઠ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે
રિપોર્ટ ઈરફાન મલેક