છોટાઉદેપુર જિલ્લામાં ઓરની પરિસ્થિતિ રહી હોવા છતાં જિલ્લામાં આશીર્વાદ ગણાતો સુખી ડેમ પૂરેપૂરો ભરાયો નથી. ૮૧.૯૧ ટકા ભરાયો છે. પાણીનો સંગ્રહ મહત્તમ થયો હોવાથી શિયાળુ, ઉનાળુ પાકમાં પાણી મળી રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો તેમ છતાં જિલ્લા નો સૌથી મોટો સુખી ડેમ સંપૂર્ણ રીતે ભરાયો નથી, ચોમાસા નાં ચાર મહિના માં ૭૪.૬૩ ટકા ડેમ ભરાયો હતો પરંતુ ૪ ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબકતાં સુખી ડેમ ની જળ સપાટી માં ૩૬ સેન્ટીમીટરનો વધારો થતાં હાલ ડેમ ની સપાટી ૧૪૬.૪૮ મીટર પહોચતાં સુખી ડેમ ૮૧.૯૧ ટકા ભરાયો છે.
ગત ચોમાસા દરમિયાન ગુજરાત ભર માં અતિ ભારે વરસાદ વરસતાં પૂર ની સ્થિતિ સર્જાઈ હતી, દર વર્ષે સુખી ડેમનાં દરવાજા ખોલી ડેમ માંથી પાણી છોડવનો વારો આવે છે પરંતુ આ વર્ષ દરમિયાન સુખી ડેમ માંથી પાણી પણ છોડવું પડ્યું નથી.
છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસાં નાં ચાર મહિના દરમિયાન વરસેલા વરસાદનાં આંકડા જોવા જઈએ તો બોડેલી તાલુકામાં ૧૪૦૧ મીમી. સંખેડા માં ૧૧૬૧ મીમી પાવીજેતપુર તાલુકામાં ૧૧૮૯ મીમી નસવાડી માં ૭૯૬ મીમી છોટા ઉદેપુર તાલુકામાં ૯૯૮ મીમી જ્યારે કવાંટ તાલુકામાં ૧૪૧૪ મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે સૌથી વધુ વરસાદ ક્વાંટ તાલુકામાં વરસ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ નસવાડી તાલુકામાં ૭૯૬ મીમી નોંધાયો છે.
સુખી ડેમ આમતો પાવીજેતપુર તાલુકામાં આવેલો છે અને પાવીજેતપુર તાલુકામાં પણ સિઝન નો કુલ વરસાદ ૧૧૮૯ મીમી જેટલો નોંધાયો છે તેમ છતાં સુખી ડેમ સંપૂર્ણ રીતે ભરાયો નથી. ૬ ઠ્ઠી ઓક્ટોબર નાં રોજ સુખી ડેમ ની જળ સપાટી ૧૪૫.૯૦ મીટર હતી. પરંતુ છઠ્ઠી, સાતમી અને આઠમી ઓક્ટોબર નાં ત્રણ દિવસ દરમિયાન સુખી ડેમ નાં જળ સ્ત્રાવવિસ્તારમાં વરસેલા ૪ ઇંચ જેટલા કમોસમી વરસાદ થી સૂખી ડેમ માં પાણી ની આવક માં વધારો થતાં ડેમ ની સપાટી ૧૪૬.૪૮ મીટર નોંધાઇ છે. આમ કમોસમી વરસાદ થી ૩૬ સેન્ટીમીટર ની જળ સપાટીમાં વધારો થયો છે.
સુખી ડેમ નું રૂલ લેવલ ૧૪૭.૮૨ મીટર છે. અને હાલ ડેમ નીં જળ સપાટી ૧૪૬.૪૮ મીટર છે એટલે કે ૮૧.૯૧ ટકા ડેમ ભરાયો છે . તેમજ પાણી નો ગ્રોસ સ્ટોરેજ ૧૪૧.૭૨૭ mcm અને લાઇવ સ્ટોરેજ ૧૩૧.૯૩૪ mcm જેટલાં પાણી નો સંગ્રહ થતાં છોટાઉદેપુર જિલ્લાના અને પંચમહાલ નાં ૧૩૧ જેટલાં ગામોનાં ખેડુતો ને શિયાળું અને ઉનાળુ નું સિંચાઈ નું પાણી મળી રહશે તેમ તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.
આમ, છોટાઉદેપુર જિલ્લામાં અણધાર્યો વરસાદ વરસતા પુર જેવી પરિસ્થિતિ થઈ હોવા છતાં ડેમ હજુ પૂરેપૂરો ભરાયો નથી. તેમજ આ વર્ષે પાણી વધારે પડ્યું હોવા છતાં ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી નથી. ડેમમાં મહત્તમ પાણીનો સંગ્રહ થયો હોય તેથી શિયાળુ ઉનાળુ પાક થશે તેમ તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.