માણેકચોક શાકમાર્કેટ બીસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ હોવાથી નવીનવીકરણ કરવા માંગ માત્ર શાકભાજી નહીં અનાજ કરીયાણા અને અન્ય ચીજવસ્તુઓના ધંધાર્થીઓને પણ જીવનું
જોખમઃ કોંગ્રેસ દ્વારા ધંધાર્થીઓ વતી થઈ રજૂઆત
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તાજેતરમાં જ પોરબંદરનું માણેકચોક શાકમાર્કેટના દરવાજા પરની છતનો સ્લેબ ધડાકાભેર પડ્યો હતો આ બિલ્ડિંગ ખુબ જ જર્જરીત હોવાથી વધુ કોઇ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા
નગરપાલિકાના તંત્રએ નક્કર કાર્યવાહી કરવી જોઇએ તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત થઈ છે
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેર મધ્યે આવેલ માણેકચોકનું શાકમાર્કેટનું બિલ્ડીંગ વર્ષો પહેલા બનાવવામાં આવ્યું હતું જેમાં અંદરના ભાગે શાકભાજીના પાટલા નાખીને નાના ધંધાર્થીઓ શાકભાજી વેચે છે તો અન્ય અનાજ કરીયાણા ફટાકડા વગેરેની પણ દુકાન આવેલી છે તેની બહારની બાજુએ અનાજ કરિયાણાની હોલસેલ અને રીટેલ દુકાનો ચોકલેટ બિસ્કીટની હોલસેલ દુકાનો સહિત અન્ય દુકાનો પણ આવેલી છે આ ઈમારત અનેક જગ્યાએથી જર્જરિત થઈ ગઈ છે અને તેમાં સ્લેબમાંથી વારંવાર નાના-મોટા પોપડા ખરી રહ્યા છે જેથી શાકભાજી વહેંચવા આવતા ધંધાર્થીઓ સહિત ખરીદી કરવા આવતા લોકોના જીવ ઉપર રીતસરનું જોખમ ઊભું થયું છે ચોમાસામાં આ ઈમારતમાંથી વરસાદના પાણી પણ અંદર ઉતર્યા હતા. તેથી ધંધાર્થીઓ વેપાર કરવા માટે બેસી શકે તેવી પણ પરિસ્થિતિ રહેતી નથી અંદરના ભાગે ઘણી લાઈટો બંધ તથા પૂરતા પ્રમાણમાં સાફ સફાઇ પણ કરવામાં આવતી નથી માટે પાયાની સુવિધાઓ પણ લોકો અને ધંધાર્થીઓને પૂરતા પ્રમાણમાં મળતી નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ માણેકચોકની આ શાકમાર્કેટના નવીનીકરણ માટે રજૂઆત કરી છે અને તે અંગે પાલિકા દ્વારા તાત્કાલિક કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે તો વહેલી તકે શાકભાજીના ધંધાર્થીઓની સમસ્યા હલ થાય તેવી માંગણી સાથેનું આવેદનપત્ર તંત્રને પાઠવ્યું છે.
માણેકચોક શાકમાર્કેટના બહારના ભાગે બનાવાયેલ પાટલા શાકમાર્કેટમાં પણ અનેકવિધ પ્રકારની અસુવિધાઓ જોવા મળી રહી છે જેમાં વરસાદી પાણીનો નિકાલ થતો નહીં હોવાથી ચોમાસા દરમ્યાન ગંદકીમાં ખૂબ જ વધારો થાય છે અને યોગ્ય સફાઈ થતી નહિ હોવાથી સડેલા શાકભાજી પણ ત્યાં જ નખાતા હોવાથી તેમાં જીવજંતુઓનો ઉપદ્રવ વધવા પામ્યો છે અહીંયા પણ લાઇટની પૂરતી સુવિધા નથી જેથી રાત્રિના સમયે પણ ધંધાર્થીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે જે રીતે પેરેડાઈઝ વિસ્તારની વેજીટેબલ માર્કેટનું સમારકામ કરીને નવીનીકરણ થયું એ જ રીતે આ માર્કેટનું પણ નવીનીકરણ થવું જોઈએ તે ઈચ્છનીય છે.