શ્રી કષ્ટભંજન ચેરિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા  ગૌશાળાના લાભાર્થે ફટાકડા મોલના શુભ ઉદ્ઘાટન પ્રસંગે રમેશભાઈ ધડુક સાંસદ સભ્ય  પોરબંદર,  બાબુભાઈ બોખીરીયા ધારાસભ્ય પોરબંદર, પવનભાઈ શિયાળ વાણોટ ખારવા સમાજ,હાજર રહ્યા હતા.


શ્રી કષ્ટભંજન ટ્રસ્ટ દ્વારા તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મુકેશભાઈ પાંજરી દ્વારા આભાર વ્યક્ત કરેલ અને તેઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને ફટાકડા મોલને ખુલ્લો મૂકવામાં આવ્યો,તેમની સાથે ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા આ ફટાકડા મોલમા આવી પરીક્ષણ કરી આનંદની લાગણી વ્યક્ત કરી પૂરી ટીમ ને શુભેચ્છાઓ આપી હતી સાથે  રમેશભાઈ દ્વારા લોકોને ગૌશાળાના લાભાર્થે આ ફટાકડા ખરીદવા માટે અપીલ કરવામાં આવેલી હતી.