સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ ટ્રાફિકને અસર થશે

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં મુલીરોડ-રામપરડા-વગડિયા સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે રેલ ટ્રાફિકને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 12.10.2022 થી 18.10.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર અને સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 12.10.2022 થી 18.10.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ, આ ટ્રેન સોમનાથ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

3. ટ્રેન નંબર 19209 ભાવનગર - ઓખા 11.10.2022 થી 17.10.2022 સુધી ભાવનગર ટર્મિનસથી સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન સુધી દોડશે. આમ‚ આ ટ્રેન સુરેન્દ્રનગર અને ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4. ટ્રેન નંબર 19210 ઓખા - ભાવનગર 12.10.2022 થી 18.10.2022 સુધી સુરેન્દ્રનગર જંકશનથી ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી દોડશે. આમ‚ આ ટ્રેન ઓખા અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે