મહેસાણા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.  અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવશે. આજે અને આવતીકાલે અરવિંદ કેજરીવાલ ભાવનગર, મહેસાણા અને ડીસાનો પ્રવાસ કરશે અને જનસભાને સંબોધશે.

આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઊંઝા ખાતે આવશે.  ઊંઝા પ્રવાસ અગાઉ વધુ એક વિવાદ સામે આવ્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં સ્વાગત નહીં કરવા પત્ર લખ્યો છે. ઉમિયા માતાજી સંસ્થાનને લેખિત પત્ર આપી સ્વાગત નહિ કરવા  માગ કરી છે.  મંદિરને રાજકીય અખાડો નહીં બનાવવા અને કોઈ સરભરા નહિ કરવા માગણી કરી છે. આપના મંત્રીઓ અને નેતાઓ હિન્દૂ દેવી દેવતામાં આસ્થા નહીં રાખતા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.  AAPએ કરેલા હિંદુ દેવી દેવતાના અપમાનને લઈ વિરોધ ..