રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં રાજકીય ઉથલપાથલો જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી સમાજના નેતા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ એટલે થોડા સમય પહેલા કેસરિયો કેસ ધારણ કર્યો હતો બાદમાં પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના આગેવાન એવા મહેન્દ્રસિંહ બારૈયા એ પણ કોંગ્રેસનો હાથ છોડી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ મેળવે છે છેલ્લા કેટલાક સમયથી મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાય છે તે અટકળો ચાલી રહી હતી પરંતુ આજે મહેન્દ્રસિંહ બારૈયા પોતાના સમર્થકો સાથે કમલમ પોહોચી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે ત્યારે મીડિયા સમક્ષ મહેન્દ્રસિંહ એ વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં માત્ર જૂથવાદની રાજનીતિ થઈ રહી છે અને ભાજપમાં જૂથવાદ નથી પરંતુ વિકાસની રાજનીતિ થઈ ગઈ હોવાનું કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો હતો તો બીજી તરફ મહેન્દ્રસિંહ નારાજ હતા તે સમયે પ્રદેશ નેતૃત્વ દ્વારા તેમને સમજાવવાનો કોઈ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો નહોતું જોકે મહેન્દ્રસિંહ બારૈયા છેલ્લા ૨૫ વર્ષથી સક્રિય રાજકારણમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ હવે મહેન્દ્રસિંહ બારૈયા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે પાર્ટી જે જવાબદારી શોપ છે તે જવાબદારીનું વહન કરવા માટેની તૈયારી બતાવી ચૂક્યા છે