રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે.
તેવે સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માનું વિવાદી નિવેદન સામે આવ્યું છે.
આલોક શર્માએ કહ્યું કે આપ પંજાબ અને દિલ્હીનાં દારૂના રૂપિયા ગુજરાતમાં ચુંટણીમાં વાપરી રહી છે. આપ એ ભાજપની બી ટીમ છે, જ્યાં ભાજપને હાર દેખાય ત્યાં ‘આપ’નો ઉપયોગ કરે છે.
ગુજરાતમાં આપનો વોટ પર્સેન્ટેજ વધારી ભાજપ કોંગ્રેસને હરાવવા માંગે છે. શનિવારે તેઓએ ભાજપ અને આપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે આપને છોટા રિચાર્જ ગણાવી કંસ, હનુમાન ભક્ત સહિતનાં કેજરીવાલનાં નિવેદનોને નાટક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને બિસ્તરા પોટલાં બાંધીને દિલ્હી ભેગા કરી દઈશું.
આમ,ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલતા પ્રચાર યુદ્ધ વચ્ચે હવે કોંગ્રેસે બન્ને પક્ષ ઉપર નિશાન તાક્યુ છે અને આમ આદમી પાર્ટીને ગુજરાતની બી ટીમ ગણાવી આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાંથી દારૂના પૈસા લાવી ગુજરાતમાં લાવી ચૂંટણીમાં વાપરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.