સુરત શહેરના ઓલપાડ રામ ચોક ખાતે એક શામ શહીદો કે નામ લોક ડાયરો યોજાયો.
ઓલપાડગામે રામચોકમાં ખાતે એક શામ શહીદો કે નામ લોક ડાયરાનું આયોજન રાજ્ય કક્ષાના કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની શરૂઆતમાં લોકડાયરામાં ઉપસ્થિત માજી સૈનિકોનું કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ રવિનાબેન પટેલ અને ગ્રામજનો દ્વારા મંત્રી મુકેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોક ડાયરાના કલાકાર પિંકલ પટેલ અને તેમની ટીમ દ્વારા દેશ ભક્તિના અને ભજનોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ઓલપાડ ના માજી સરપંચ કૌશિક પટેલ , ઓલપાડ ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ , ભાજપ મંત્રી મનહરભાઈ પટેલ , કુલદીપસિંહ ઠાકોર , સુરત જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ પટેલ , ગનીભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.