પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજ તા.૧૫/૧૦/૨૦૨૨નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન જીંથરી (અમરગઢ) શીતળામાંનાં મંદિર પાસે ખુલ્લી જાહેરમાં જગ્યામાં અમુક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો પાસેથી ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડ રૂ.૯૭,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેઓની વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓઃ-
(૧) અશ્વિન તળશીભાઇ ચૌહાણ રહે.નવાપરા, શીતળામાંનાં મંદિર પાસે,અમરગઢ તા.શિહોર જી.ભાવનગર
(૨) વિક્રમ ઉર્ફે વિપુલ જસાભાઇ પરમાર રહે. પ્રેમપરા વિસ્તાર,ધારી જી.અમરેલી
(૩) રફિકભાઇ અલ્લારખભાઇ ફુલથેથા રહે. મફતીયુંપરા, હનુમાનજી મંદિર સામે,ધારી જી.અમરેલી
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા,હરીચંદ્દસિંહ ગોહિલ.