સિહોર શહેરની વસતીની દ્રષ્ટિએ શહેરમાં હોવી જોઇએ તેના કરતા બમણી રિક્ષાઓ દોડી રહી છે. જેના કારણે શહેરના ટ્રાફિક અને પ્રદૂષણમાં વધારો તો થઇ રહ્યો છે સાથે બીજા સમસ્યા એ છે કે રિક્ષા ચાલકો ભાડાના નામે ગ્રાહકોની બેફામ લૂંટ કરી રહ્યા છે અને રિક્ષા ચાલકોની આ દાદાગીરી લોકો ચૂપચાપ સહન કરી રહ્યા છે સિહોર હવે વિસ્તારની દ્રષ્ટિએ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે સિહોરમાં સીટી બસ માટે જેતે વિભાગે વિચારવું જરૂરી બન્યું છે જ્યારે સીટી બસની અસુવિધાના અભાવે ઓટો રિક્ષાનું ચલણ વધ્યુ છે તો બીજી બાજુ રિક્ષા સિહોર શહેરના રસ્તાઓ ઉપર પ્રદૂષણના ધુમાડા ઓકી રહી છે. મૂળ વાત એ છે કે આરટીઓના નિમય મુજબ દરેક રિસ્તામાં ભાડા માટે મીટર હોવુ ફરજિયાત છે અને મીટર આધારીત જ રિક્ષા ચાલક ભાડુ લઇ શકે આ માટે આરટીઓ દ્વારા મીટરના કાઉન્ટ મુજબ ભાડાના દર પણ નક્કી કરેલા છે પરંતુ સિહોરની મોટાભાગની રિક્ષામાં તો મીટર જ નથી અને જે રિક્ષામાં મીટર લાગેલા છે એ શોભાના ગાંઠીયા જેવા છે કેમ કે તમામ રિક્ષા ચાલકો મુસાફરો પાસેથી ઉચક ભાડુ જ વસૂલે છે તેમા પણ કેટલાક રિક્ષા ચાલકો તો બહારગામથી આવતા મુસાફરોને લૂંટવામાં કશુ બાકી રાખતા નથી મનફાવે તેવા ભાડાની વસૂલાત કરી રહ્યા છે તેમ છતાં લોકો ચુપચાપ સહન કરી રહ્યા છે.