ગુન્હાની વિગતઃ ગઇ તા .૦૯ / ૧૦ / ૨૦૨૨ ના રોજ સવારના પાંચેક વાગ્યે જીગરભાઇ પ્રવિણભાઇ બાભણીયા રહે.દેવપરા , ભેરાઇ તા.રાજુલા જિ.અમરેલી વાળો પોતાનું મોટર સાઇકલ । - સ્માર્ટ રજી નં . GJ - 01 - EZ - 9753 નું લઇને પોતાની બહેન મમતાબેન કે જે સિન્ટેક્ષ કંપનીમાં કામ કરતા હોય , કંપનીની બસ ફોર - વૅ ચોકડીએ આવતી હોય , જેથી તેને મુકવા ફોર – વે ચોકડીએ જતા હોય તે વખતે સાકરીયા હનુમાનજીના મંદિર પાસે કોઇપણ રીતે જીગરભાઇનું મોટર સાયકલનું અકસ્માત થતા જીગરભાઇને વધુ પડતું વાગી જતા મરણ થયેલ છે . અને મમતાબેનને વધુ પડતું વાગી જતા વધુ સારવારમાં મહુવા હોસ્પીટલમાં દાખલ કરેલ હોય , જે અંગે જીગરભાઇના પિતા પ્રવિણભાઇ નાનજીભાઇ બાંભણીયા , ઉ.વ.પર , રહે.દેવપરા , ભેરાઇ , તા.રાજુલા , જિ.અમરેલીવાળા ફરીયાદ જાહેર કરતા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૪૫૨૨૦૪૧૦ / ૨૦૨૨ , આઇ.પી.સી. ૨૭૯ , ૩૩૭ , ૩૩૮ , ૩૦૪૨ , તથા એમ.વી.એકટ કલમ ૧૭૭ , ૧૮૪ મુજબનો ગુનો રજી . થયેલ . જે ગુનાની તપાસ દરમ્યાન કોઇ અજાણ્યા વાહન ચાલકે પુર ઝડપે અને બેફીકરાયથી વાહન ચલાવી , મરણ જનાર જીગરભાઇ પ્રવિણભાઇ બાભણીયાના મોટર સાયકલ સાથે ભટકાડી , જીગરભાઇ તથા મમતાબેનને ગંભિર ઇજાઓ કરી , જીગરભાઇનું મોત નિપજાવી , વાહન લઇ નાસી ગયેલ હોવાની હકિકત જણાય આવેલ , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં અનડીટેકટ ગુનાના આરોપીને શોધી કાઢી , અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા તેમજ તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું . અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ફેટલ અકસ્માતના આરોપીને શોધી કાઢવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને બનાવ સમય દરમ્યાન બનાવ સ્થળથી પસાર થતા વાહનો અંગે માહિતી મેળવવામાં આવેલ , જે આધારે આરોપી અંગે તપાસ કરી , અકસ્માતમાં સંડોવાયેલ આરોપીને ગઇ કાલ તા .૧૪ / ૧૦ / ૨૦૨૨ નાં રોજ ફોરવે ચોકડી પાસેથી અકસ્માતમાં સંડોવાયેલ ટ્રેકટર સાથે પકડી પાડી , આગળની કાર્યવાહી થવા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . છે . પકડાયેલ આરોપી હિંમતભાઇ સોમાભાઇ મકવાણા , ઉ.વ .૫૨ , રહે.રાજુલા , કુંભારીયા વિસ્તાર , તળાવના કાંઠે , જિ.અમરેલી , → પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકત પકડાયેલ આરોપી ગઇ તા .૦૯ / ૧૦ / ૨૦૨૨ નાં સવારના ચારેક વાગ્યે પોતાનું મેસી ફર્ગ્યુસન સ્ટાન્ડર્ડ કંપનીનું ટ્રેકટર ટ્રોલી સાથેનું લઇ પીપાવાવ પોર્ટ તરફ તરફ જતા હોય , તે દરમ્યાન દેવપરા - ભેરાઇ ગામ નજીક , સાકરીયા હનુમાનજીના મંદીર પાસે આરોપી પોતાનું ટ્રેકટર રોંગ સાઇડમાં ચલાવતા હોય તે દરમ્યાન એક મોટર સાયકલ સાથે ટ્રેકટરનું અકસ્માત થતા આરોપી પોતાનું ટ્રેકટર લઇને નાસી ગયેલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે . 

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.