ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલથી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફર્યું વિજય યાત્રા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઠેર ઠેર ભગવો લહેરાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીના કમળ સાથે ભગવો લહેરાયો જેમાં 64 ધાંગધ્રા હળવદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ૩૨૩૯૫ ની જંગી લીડ સાથે વિજેતા બનતા ધાંગધ્રા હળવદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદેદારો પરિવાર તેમજ લોકોમાં ખુશી છવાઈ હતી પ્રકાશભાઈ વરમોરા જીતની ખુશી સાથે બહાર આવતા તેમના ધર્મપત્ની એકતાબેન વરમોરા દ્વારા પુષ્પહાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જીતની ખુશીમાં સમગ્ર હળવદ ધાંગધ્રા વાસી સહભાગી બન્યું હતું પ્રકાશભાઈ વરમોરા નું વિજય યાત્રા હળવદ ધાંગધ્રાના આંબેડકર સર્કલ બાબા સાહેબની પ્રતિમાથી લઈ સમગ્ર હળવદ ધ્રાંગધ્રા શહેરમાં અબીલ ગુલાલ છાટી ડીજેના તાલે વાજતે ગાજતે યાત્રા કાઢવામાં આવી હતી પ્રકાશભાઈ વરમોરા દ્વારા હળવદ તેમજ ધાંગધ્રાના તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો આ વિજય યાત્રા માં ધાંગધ્રા હળવદ ધાંગધ્રાના તમામ કાર્યકરો તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા જેન્તીભાઈ કવાડીયા હળવદ ધાંગધ્રા શહેરના તમામ હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો હળવદ ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો નગરપાલિકાના સુધરાઈ સભ્યો સહિત હળવદ ધાંગધ્રા વાસીઓ વિજય યાત્રામાં જોડાયા હતા

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ