જ્યાં મેડિકલ કોલેજ ન બની શકી ત્યાં હવે

નાળિયેરી ફાર્મ બની જશે છેલ્લા દોઢ દાયકાથી જૂનાગઢ જિલ્લામાં કોકોનટ

બોર્ડનું સેન્ટર ઉભું કરવાની માંગણી ચાલતી હતી.

જેના ભાગરૂપે થોડા દિવસો પહેલા જૂનાગઢના

બહુમાળી ભવન ખાતે કોકોનટ બોર્ડની ઓફિસનું

કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે

લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. હવે કોકોનટ

બોર્ડને સંશોધન, પ્રોડક્શન અને બાગાયત ખેતી

કરતા ખેડૂતો માટે તાલીમ કેન્દ્ર બનાવવા 50

એકર જમીન ફાળવવા તૈયારીઓ શરુ કરવામાં

આવી છે. કોકોનટ બોર્ડનું સંશોધન ફાર્મ બનાવવા

માટે જરૂરી જમીનનો સર્વે કરવા આદેશ થયા

બાદ આ મામલે હલચલ તેજ બની છે.

કોકોનટ ફાર્મ બનાવવા તૈયારીઓ શરુ

જૂનાગઢના ઝાંઝરડા ગામ નજીકની જમીન કે

જેને જે તે સમયે મેડિકલ કોલેજ બનાવવા માટે

દીપચંદ ગાર્ડી ટ્રસ્ટને ફાળવવામાં આવી હતી. એ

જમીન સરકારને પરત થઇ હતી. એજ જમીનમાં

મોતીબાગની જેમ કોકોનટ ફાર્મ બનાવવા

તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

આજુબાજુના વિસ્તારોને પણ ફાયદો જૂનાગઢમાં કૃષિ યુનિવર્સીટી એટલેકે,

મોતીબાગમાં કૃષિ સંશોધનના અનેક કાર્ય ચાલે

છે. તેમ કોકોનટ બોર્ડ દ્વારા કોકોનટ-સંશોધન

અને તેમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ માટેના તાલી

કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના

સાગરકાંઠે નાળિયેરીના પાકનું વાવેતર ઘણા

વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ અહીં ઉત્પાદિત

નાળિયેરીના ફળ એટલા લોકપ્રિય નથી. પરંતુ

નાળિયેરીની નવી નવી જાતના સંશોધન અને

ખાસ કરીને દક્ષિણ ભારતમાં થતા નાળિયેરીના

વાવેતર જેવું જ અહીં પણ વાવેતર અને

ઉત્પાદન થાય તે માટે આ સંશોધન કેન્દ્ર મહત્વર્ન

ભૂમિકા ભજવશે. ઝાંઝરડા નજીકની આ જમીન

ફાળવવામાં આવશે તો અહીં આજુબાજુના

વિસ્તારોને પણ ફાયદો થશે.

કૃષિ ઉત્પાદન ક્ષેત્રે મહત્વની ભૂમિકા

ખાસ કરીને જૂનાગઢ કૃષિ ઉત્પાદન ક્ષેત્રે વધુ

યોગદાન આપી શકે તેવો જિલ્લો હોવાથી અહીં

આ પ્રકારના સંશોધન અને પ્રોડકકશન સેન્ટરો

બનાવવા જરૂરી છે. ત્યારે શહેરની મધ્યમાં જ કૃષિ યુનિવર્સીટીની જેમ એક વધુ નયનરમ્ય ફાર્મ

નિર્માણ પામશે. મળતી માહિતી પ્રમાણે કોકોનટ

ફાર્મ માટે કેટલીક જગ્યાના સર્વે કરવામાં આવ્યા

છે. પરંતુ પહેલી પસંદગી જૂનાગઢની મધ્યમાં

આવેલી ઝાંઝરડા સ્થિત આ જગ્યા હોવાથી ટૂંક

સમયમાં આ અંગે નિર્ણય થાય તેવી શક્યતા છે.

કેન્દ્ર જૂનાગઢ ઔદ્યગિક રીતે વિકસી શકે તેવી

શક્યતા ખુબ ઓછી છે. ત્યારે આવી રીતે કૃષિ

ઉત્પાદન ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી શકે તેવા

સેન્ટરો અહીં બનાવવામાં આવે તો ખેડૂતોને પણ

ફાયદો થશે. એવા સંજોગોમાં ઝાંઝરડા નજીક

કોકોનટ બોર્ડનું ફાર્મ બને તેવી શક્યતા પ્રબળ

બની છે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ