ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટસોર્સિંગના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, પગારમાં ધરખમ વધારો.

સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં પગાર વધારાને બહાલી, કર્મચારીઓએ પદાધિકારીઓનું મો મીઠું કરાવ્યું.
 


ગાંધીનગર: મહાનગરપાલિકા દ્વારા દિવાળી પહેલા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓના પગારમાં ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ વખત આઉટસોર્સિંગના કર્મચારીઓના પગારમાં 4000થી 9000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
ગાંધીનગરના મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલની મજબૂત ઇચ્છા શક્તિના કારણે મહાનગરપાલિકાના આઉટસોર્સિંગ કર્મચારીઓને મોટી ભેટ મળી છે. આ પગાર વધારાનો લાભ કુલ 492 કર્મચારીઓને મળશે.

આ વધારાથી મહાનગરપાલિકાને મહિને 20 લાખ રૂપિયાનું ભારણ વધશે.,સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા પગાર વધારાના પ્રસ્તાવને બહાલી આપવામાં આવી છે.