આંગણવાડીના કુપોષિત બાળકોને મીઠાઈ સાથે તેડાગર અને કાર્યકર બહેનોને સન્માનિત કરવામાં આવી,
રાજ્ય સરકારની યોજના અંતર્ગત કુપોષિત બાળકો સુપોષિત બને અને બાળકોનો સશક્ત અને સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ અને સશક્ત રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા શ્રેષ્ઠ અભિગમ સાથે સરકારશ્રીની સુપોષણ યોજના અંતર્ગત આજરોજ ડીસા તાલુકાના જુનાડીસા ગામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ સહસંયોજક જયેશભાઈ દેસાઈ દ્વારા દત્તક લેવામાં કુપોષિત બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે મીઠાઈ આપવામાં આવી સાથે સાથે આંગણવાડીમાં કાર્ય કરતી તમામ કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને પણ દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે મીઠાઈ અને દરેક (છવ્વીસ) બહેનોને સાડીઓ આપી સન્માનિત કરવામાં આવેલ જેમાં જુનાડીસાના પરષોત્તમભાઈ પ્રજાપતિ, ગોપાલભાઈ મોદી, રવિભાઈ દરબાર, ભરતભાઈ દેસાઈ (વિરોણા), જયેશભાઈ ભાખરીયા, અલ્પેશભાઈ જોષી, મહેશભાઈ પ્રજાપતિ, વશરામજી ઠાકોર, જહલભાઈ દેસાઈ, સચિનભાઈ દેસાઈ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આંગણવાડી કાર્યકર શહેનાઝબેન મંડોરી અને તમન્નાબેન પ્રજાપતિ સાથે કાર્યક્રમ ને સફળ બનાવ્યો,