પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા ઝુરીબાગ,કૈલાશગેરેજ પાસેથી બે બસ દ્વારા 90 મહિલાઓને નિઃશુલ્ક 3 દિવસ કચ્છ માતાનો મઢ અને કચ્છના ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જવા માટે લીલાબેન મોતીવરસની આગેવાની હેઠળ બે બસને પ્રસ્થાન કરાવેલ છે.
આ પ્રસ્થાન સમયે ક્લબના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા,યશ ખોરાવા,દેવશ્રી ખોરાવા,જ્યેન્દ્રભાઈ ખુંટી,હરજીવનભાઈ કોટીયા, મહેન્દ્રભાઈ જુંગી,જયેશભાઈ માંડવીયા,હિતેન્દ્રસિંહ જાડેજા અને મયુર કુહાડાએ હાજરી આપેલી.
આ યાત્રાના સ્પોન્સર પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા છે.