આમ સરકાર આધુનિકતા ના દાવા કરે છે આધુનિક મકાન નવીન ટેક્નોલોજી ની મસમોટી વાત થાય છે પણ એ દાવા માત્ર કાગળ પર હોય એવી સ્થિતિ છે વાત છે શિહોરી ના ઇન્દિરાનગર સરકારી વિશ્રામગૃહ પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર ની તો કેન્દ્ર ની સ્થિતિ દયનિય છે ચારેબાજુ પોપડા પડી રહ્યા છે દીવાલ ખંડેર હાલત માં છે પ્લાસ્ટર તૂટી ગયું છે છતાં બાળકો દરરોજ ભય ના ઓથાર હેઠળ બેસવા મજબુર છે નવીન મકાન માટે બે વર્ષ થી સતત રજુઆત હોવા છતાં ન નવીન મકાન મંજુર થાય છે કે ન મકાન રીપેરીગ કરવામાં આવે છે કાંકરેજ તાલુકા માં મોટા આગેવાનો પણ છે દરેક જગ્યા એ આ જ આગેવાન વિકાસ ના મસમોટા દાવા કરતા હોય છે પણ પોતાના જ વિસ્તાર માં ભય ના ઓથાર હેઠળ શિક્ષણ લેતા બાળકો આવા આગેવાન ને દેખાતા જ નથી એટલે એ કહેવું પણ ખોટું જ નથી કે ખાટલે જ મોટી ખોટ છે બાકી આ આંગણવાડી કેન્દ્ર ની આ દશા અને દિશા હોય જ નહીં કેન્દ્ર માં આવતા અધિકારીઓ ને પણ સ્થિતિ દેખાઈ જ નથી નાના બાળકો ને કેન્દ્ર માં ભગવાન ભરોસે મૂકી દીધા છે કારણ કે એકાદ પોપડું બાળક પર પડશે ત્યારે સુ સ્થિતિ હશે એ કલ્પના નો વિચાર આવા તંત્ર ને નથી આવતો ભારત નું ભવિષ્ય સતત મોત ના ઓથાર હેઠળ ઉછરી રહ્યું છે જે મસમોટી વાતો કરતા તંત્ર માટે શરમ જનક છે પણ અહીંયા તો શરમ જ નેવે મુકાઈ છે ત્યારે સવાલ એ ઉભો થયો કે આ કેન્દ્ર માં કઈક અજુગતું બનશે તો જવાબદારી કોણ લેશે