રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટને હવે માત્ર 4 રાત્રી બાકી

નમો પોરબંદર કપ માં સેમી ફાઇનલ-ફાઇનલ રમવા માટે ટિમો દ્વારા ભારે મહેનત કરવામાં આવી રહી છે. રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટને હવે માત્ર 4 રાત્રી બાકી રહી છે.

તા.13 ઓક્ટોબરે રમાયેલી મેચ માં પોલીસ ઇલેવન સામે વાઘેશ્વરી ટિમ મેદાન માં ઉતરી હતી. પોલીસ ઇલેવને 10 ઓવર માં 3 વિકેટે 85 રન કર્યા હતા જ્યારે વાઘેશ્વરી ઇલેવને 9.5 ઓવર માં 3 વિકેટે 89 રન ફટકારી ને વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી, એક એક બોલ, એક એક રન કિંમતી બની ગયો હતો, ક્રિકેટ રસિકો ની નજર સતત આ મેચ માં જામી રહી હતી. 
તેમજ મહાદેવ 6 ઇલેવન સામે પણ પોલીસ ઇલેવન મેદાન માં ઉતરી હતી જેમાં મહાદેવ 6 ઇલેવને 10 ઓવર માં 9 વિકેટે 37 રન કર્યા હતા જ્યારે પોલીસ ઇલેવને 3.2 ઓવર માં 1 વિકેટે 40 રન ફટકારી ને વિજય હાંસલ કર્યો હતો. ઉપરાંત પાર્થ ઇલેવન અને ચિરાગ ઇલેવન વચ્ચે યોજાયેલ મેચ માં પાર્થ ઇલેવને 10 ઓવર માં 10 વિકેટે 61 રન કર્યા હતા સામે ચિરાગ ઇલેવને 8.5 ઓવર માં 4 વિકેટે 65 રન કરી ને વિજય મેળવ્યો હતો.


મેન ઓફ ધ મેચ
વાઘેશ્વરી ટિમ માંથી દિવ્યેશ જોશી એ 22 બોલમાં 4 ચોક્કા, 1 સિક્સ ફટકારી 33 રન બનાવ્યા હતા. પોલિસ ઇલેવન માંથી કેશવાલા જીજ્ઞેશભાઈ એ 7 બોલ માં 2 ચોક્કા અને 2 સિક્સ મારી ને 23 રન કર્યા હતા. ચિરાગ ઇલેવન માંથી હાર્દિકે બે ઓવર માં 6 રને 3 વિકેટ લીધી હતી. આમ આ 3 યુવાનો મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા.