આટકોટના મેઇન રોડ ખાતે રહેતા યુવકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા દસ હજાર દંડ ફરિયાદીના 8 લાખ પરત કોર્ટનો હુકમ જસદણના નામદાર મહેરબાન એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી વી.એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલતા નેગોશિયેબલ ઇન્ટ્રુ.- ૧૩૮ મુજબના કેસમાં આરોપી પ્રવીણભાઈ ગોરધનભાઈ સાપરા, રહે - આટકોટ વાળાને વર્ષ સને ૨૦૧૮ના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા રૂપિયા ૧૦,૦૦૦/- ( દસ હજાર ) નો દંડ નામદાર અદાલત દ્વારા કરવામાં આવેલ છે તેમજ ફરિયાદી મુકેશ વી. બોઘરા, રહે.- આટકોટ વાળાને ચેકની રકમ રૂ./- ૮,૦૦,૦૦૦/- (આઠ લાખ ) વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવેલ છે. જે એડિશનલ કોર્ટ જસદણના ક્લાર્કશ્રી ડી.વી. પરમારે તેમની એક યાદીમાં જણાવેલ છે.
આટકોટના મેઇન રોડ ખાતે રહેતા યુવકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા દસ હજાર દંડ ફરિયાદીના 8 લાખ પરત કૉર્ટનો હુકમ
