*જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને સામાજીક વનીકરણ રેન્જ બોટાદ દ્વારા વિના મૂલ્યે આર્યુવેદીક / હોમીઓપેથીક મેડિકલ કેમ્પ યોજાયો*

       જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને સામાજીક વનીકરણ રેન્જ બોટાદ દ્વારા નિયામકશ્રી આયુષ્ય ની કચેરી , જિલ્લા બોટાદ આર્યુવેદીક અધિકારી ના માર્ગદર્શન તળે વિના મૂલ્યે આર્યુવેદીક / હોમીઓપેથીક મેડિકલ નિદાન સારવાર કેમ્પ તા.૧૪/૧૦/૨૨ ના રોજ ચરમાળિયા આશ્રમ , નાગલપર ગામે યોજવામાં આવેલ.

       આ નિદાન કેમ્પ માં ડો.રાજેશ મેર , ડો.ઊર્મિબેન લાધવા એ માનદ સેવા આપી ૧૪૫ જેટલા દર્દીઓ તપાસી તમામ ને સ્થળ પર જ વિના મૂલ્યે દવા નું વિતરણ કરેલ .તેમજ આ સાથે બહેનો નો હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ .જેમાં ૪૪ બહેનોએ હિમોગ્લોબીન ની તપાસણી કરવામાં આવેલ.આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ માધવજી માણિયા , જાયન્ટ્સ ફેડરેશન ઑફિસર સી.એલ.ભીકડીયા ઉપસ્થિત રહેલ.સમગ્ર કેમ્પ ના સુંદર આયોજન માં વન વિભાગ બોટાદ ના મહેન્દ્રસિંહ પાવરા , પ્રદીપ ભાઈ ઘોડકીયા , હરપાલસિંહ પરમાર , વિપુલ ભાઈ એ જહેમત ઉઠાવેલ. તેમજ સ્થળ પર આર્યુવેદીક વનસ્પતિ નું પ્રદર્શન પણ ગોઠવવા માં આવેલ.