સુરત શહેરના જોળવા ગામના સ્થાનિક રહીશોએ ગટરની સમસ્યાને લઈને તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરાય.

જોળવા ગામના રહીશોએ ગંદકી અને ગટરથી હેરાન પરેશાન થઈને આખરે પલસાણા તાલુકા પંચાયત ખાતે આવેદન પત્ર આપી સમસ્યાઓનું નિરાકરણ કરવા માંગ કરી હતી સમસ્યાનો નિકાલ નહિ આવે તો ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો બીજી તરફ ગંભીર આક્ષેપો પણ લાગ્યા હતા કે આ ગંદકીના કારણે બાળકો બીમાર પડ્યા અને મોતને ભેટ્યા હતા તેવા ગંભીર આક્ષેપો સ્થાનિક રહેવાસીઓએ કર્યા હતા સ્થાનિકો વેરો બિલ પણ ભરતા હોવાથી કોઈ સાંભળતું નથી તેમજ ગંદકીના ઢગલામાં જ લોકોએ રહેવું મુશ્કેલ બનતું હોવાથી આખરે તેઓએ પલસાણા તાલુકા પંચાયતના દરવાજા ખખડાવ્યા હતા.