ગુજરાત ગૌરવ યાત્રા ઝાંઝરડા થી શરૂ થઈ સોમનાથ સુધી જવાની હોય આજે બીજા દિવસે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ગૌરવ યાત્રા રથ પહોંચ્યો હોય ત્યારે મનસુખભાઈ માંડવીયા અને સૌરભભાઈ પટેલ તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળ પૂર્વગ્રહ મંત્રી ગુજરાત સંગઠનના મહામંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ અને પૂર્વ પ્રમુખ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સુરેશભાઈ ગોધાણી જિલ્લા પ્રમુખ અરવિંદ વનાળીયા અને સમસ્ત બોટાદ જિલ્લા અને ગઢડા તાલુકા ભાજપના આગેવાનો કાર્યકરો ની ઉપસ્થિતિમાં ઉગામેડી કોંગ્રેસના આગેવાન અને ઉગામેડી ના સરપંચ ઠાકરશીભાઈ મોહન ભાઈ ગઢિયા ગય જિલ્લા પંચાયતના ઉમેદવાર રમેશ ભાઈ પરષોત્તમ ભાઈ ગઢીયા કોંગ્રેસને બાયબાય કઈ ભાજપની ગૌરવ યાત્રામાં ભાજપનો ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા અને સાથે સાથે ઉગામેડી ગ્રામ પંચાયતના તમામ સભ્ય ઉપ સરપંચ ભાજપમાં જોડાયા છે અને ગઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી સુરેશ ભાઈ નાગજી ભાઈ ગઢીયા એમણે પણ ભગવો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટી મૂકી ભાજપના રાષ્ટ્ર વાદી રંગમાં જોડાય આજે ઉગામેડી ગામના સો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે અને સમસ્ત ઉગામેડી ગામ હાલ ભાજપના ભગવા રંગમાં રંગાઇ ગયું હતું.