ગાધીનગર જૂના સચિવાલય ખાતેની બ્લોક નંબર 16 વિકાસ કમિશનરની કચેરીમાં આગનો બનાવ..
 

પાટનગર ગાંધીનગર સ્થિત જૂના સચિવાલય ખાતેની વિકાસ કમિશનર ની કચેરીના બીજા અને ત્રીજા માળે આગની ઘટના સામે આવી છે. આજે સવારે કચેરી ખૂલે એ પહેલાં જૂના સચિવાલય ના બ્લોક નંબર 16 ના બે માળમાં અચાનક આગ લાગી હતી. 

આજે સવારે 8 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં સૌ પ્રથમ આગ જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16 ના પેહલા માળે લાગી હતી. આ આગ નજરે જોનારા મુજબ સૌ પ્રથમ બારીમાં ધુમાડા નીકળતા જોયા હતા અને પછી ઊંચે સુધી ધુમાડા ગયા અને આગ પ્રસરી હતી.

જોકે ગાંધીનગર ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને પ્રસરી રહેલ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા.   આગનો બનાવ બનતાં સ્થાનિક લોકોનું ટોળું જૂના સચિવાલય એકત્રિત થઈ ગયું હતું.

આ આગ સંદર્ભે કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ કચેરી સમય ના હોવાથી કચેરી ખાલી હતી અને કોઈ જાન હાની પહોંચી નથી. કચેરીમાં રહેલ સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસ આ આગમાં બળી જવા પામ્યા હતા. હાલ નુકસાન સંદર્ભે જોઈ અધિકૃત જાણકારી જાહેર કરવામાં આવી નથી.