બોટાદના સમઢિયાળા ગામે ખાનગી ફાર્મ હાઉસ ખાતે સમઢિયાળા નં, 1, લાઠીદડ, સેથળી, કારિયાણી, ગામના કડવા પટેલ ના યુવા આગેવાનોની બેઠક મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી યુવા આગેવાનો વિધાનસભા 2022 ની ચૂંટણી સ્થાનિક ઉમેદવાર ને લઈ ચર્ચા કરવામાં આવી હતી ખાનગી ફાર્મ હાઉસમાં મળેલી મીટીંગમાં મોટી સંખ્યામાં ચુણનંદા યુવાનોએ પોતાનો આક્રોશ વ્યકત કરી ભારતીય જનતા પાર્ટી બોટાદ 107 માં સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી સાથો સાથ 107 બોટાદ વિધાનસભામાં તમામ ગામોમાં જઈ સમાજ અને અન્ય સમાજને સાથે રાખી પ્રચાર કરશે તેમ જણાવ્યુ હતુ સ્થાનિક ઉમેદવારને જીતાડવા પોતાના તન મન ધનનો સહયોગ આપી જીતાડવાની યુવાનો એ હાકલ ઉઠાવી હતી.