ઉમદાવ્યવસાયો પ્રત્યે સમ્માન દર્શાવવા માટે, રોટરી ક્લબ ઓફ પોરબંદર હંમેશા તે વ્યવસાયની અગ્રણી હસ્તીઓનું સન્માન કરે છે. તે સંદર્ભે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા જીએમસી સ્કૂલના ઇન્વેસ્ટિચર સમારોહ દરમિયાન વિશ્વ શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ દ્વારા શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા રોટરી સભ્યોનું સન્માન કર્યું હતું જેમાં રઘુવંશી સોશિયલ ગ્રૂપના પ્રમુખ રોટેરીયન પ્રો. અશ્વિન સવજાની, સુરુચી સ્કૂલના ડાયરેક્ટર રોટેરીયન કેયુરભાઈ જોષી, સુરુચી શાળાના આચાર્ય રોટેરીયન સિંધુબેન વ્યાસ, ગુરુકુલ મહિલા કોલેજ ના પ્રોફેસર રોટેરીયન જયેશભાઈ ભટ્ટ અને સરકારી શિક્ષિકા કાજલબેન પરમાર નું સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા કેટલીક શાળાઓના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગોઢાણીયા સ્કૂલ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ સુશ્રી ભાવનાબેન અટારા સાથે અન્ય શિક્ષકો જેમાં શિક્ષક રૂપલ કેશવાલા, આરતી કોટેચા, મનીષા ઓડેદરા, રચના બરીદુન, હેતલ જુંગી, વિવેક લુક્કા, પંકતિ ગોકાણી, મોકાણી, મો. , ગાયત્રી સોંદરવા , દિવ્યા કલાની , મનીષા પંડિત, હેતલ દવે અને અનિલ જોશી ને સમ્માનિત કરવામાં આવ્યું હતું. આ સમ્માન મહેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખ, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી એસોસિયેશન Uk ના પ્રમુખ અને જીએમસી સ્કૂલ ના ચેરમેન  વિમલજી ભાઇ ઓડેદરા દ્વારા બધા ને આપવામાં આવ્યું હતું. 

રોટરી ક્લબ દ્વારા અમુક એન્જિનિયરસ્ જેઓ એન્જિનિયર્સ ડે પર સન્માન સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા એમનું પણ આ તકે સમ્માન કરવામાં આવ્યું હતું. તેમાં  હરેશ આર. મકવાણા,  હેમંતકુમાર આર. લાખાણી,  વિનોદચંદ્ર ડી. બઠીયા,  જીતેશભાઈ એસ. વિસાવડિયા,  અનિલભાઈ એમ. માંડલીયા,  શ્રેયસ એચ. સિંધવ,  પ્રજ્ઞેશ જુંગી,  આનંદ પી. દત્તાણી અને . મેઘા ​​ડી. રાયચુરા સામેલ હતા. 

પ્રોજેક્ટ ચેરમેન તરીકે રોટરી ક્લબના ઉપપ્રમુખ અનિલ માંડલિયા અને પ્રોજેક્ટ કોર્ડીનેટર તરીકે સેક્રેટરી તુષાર લાખાણી અને રોટરીના પૂર્વ પ્રમુખ રોહિત લાખાણી દ્વારા આ સમગ્ર સન્માન પ્રોજેક્ટ નું આયોજન કરવા માં આવ્યું હતું. રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈને આ અંગે શિક્ષકો અને એન્જિનિયરોના સમાજમાં યોગદાન અને સમર્પિત મહેનત માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને એમના કાર્યને બિરદાવ્યા હતા. સન્માન સમારોહમાં રોટરીના અનેક સભ્યો પણ હાજર રહ્યા હતા.