માન.વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ જ્યારે "હર ઘર તિરંગા" અભિયાન મનાવી રહ્યો છે,ત્યારે આ અભિયાન ને વેગવંતુ બનાવવા તેમજ યુવાઓમાં દેશભક્તિ ની અલખ જગાવવાની નેમ સાથે ભારતીય જનતા યુવા મોર્ચા,પાટણ તાલુકા દ્વારા ધારપુર મેડિકલ કોલેજ થી નવજીવન ચાર રસ્તા સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી...
આ યાત્રા દરમિયાન સૌ દેશપ્રેમી લોકોની અપાર ઊર્જા, ઉમંગ અને આનંદ થકી સમગ્ર વાતાવરણ મા ભારતીના જયઘોષ સાથે ગુંજાયમાન બન્યું હતું...
આ પ્રસંગે પાટણ તાલુકા યુવા મોર્ચા ના અધ્યક્ષ વિરલભાઈ પટેલ, જિલ્લા ભાજપના મંત્રી શ્રી જયરામભાઇ દેસાઈ, પાટણ તાલુકા ભાજપ ના અધ્યક્ષ મગનભાઈ પટેલ,મહામંત્રી જલૂજી ઠાકોર,હરિભાઈ પટેલ, પાટણ તાલુકા ભાજપ ના પૂર્વ અધ્યક્ષ શ્રી મંગાજી ઠાકોર, પાટણ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી નરેશભાઈ પરમાર તથા સૌ પાટણ તાલુકા ભાજપના હોદ્દેદારો, યુવા મોર્ચા ના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ