ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ


જનતાના આશીર્વાદથી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ફરી એક વખત ૨/૩થી વધુ બહુમતી સાથે સરકાર બનાવશે.
-અમિતભાઇ શાહ

દેશમાં આજે ચૌમુખી વિકાસ થઈ રહ્યો છે તેની શરૂઆત ૨૦૦૧માં નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતથી થઈ હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં કાશ્મિરમાંથી કલમ ૩૭૦ કાશ્મીરમાંથી એક ઝાટકે હટાવી કરોડો દેશવાસીઓની ઈચ્છા પૂર્ણ થઈ હોવાનું તેમજ ગગનચુંબી રામ મંદિર બનવાની શરૂઆત થઈ હોવાનું જણાવતાં શ્રી અમિતભાઇ શાહ

કોંગ્રેસીઓએ ના વીજળી આપી, ના પાણી આપ્યું, ના ઉદ્યોગો આપ્યા, આપ્યા તો ફક્ત રમખાણો જ આપ્યા.
-શ્રી અમિતભાઇ શાહ

રાજ્યમાં ભાજપાની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ, વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધિનો બુલંદ નારો વાગ્યો હોવાનું જણાવતાં અમિતભાઇ શાહ

    આજ રોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતને વિકાસ અને પ્રગતિનો પર્યાય બનાવી સૌ કોઈને ગૌરવાન્વિત કરતી  તેમજ ભાજપા સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી ‘ગુજરાત ગૌરવ યાત્રા'નું સંત સવૈયાનાથધામ ઝાંઝરકા, જી.અમદાવાદ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

       આ પૂર્વે અમિતભાઇ શાહે સંત સવૈયાયાધામ ખાયે પૂજા-અર્ચના કરી હતી. આ યાત્રાનું ૨૦ ઓક્ટોબરે સોમનાથ ખાતે સમાપન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, ડૉ. મહેન્દ્ર મુંજપરા, શ્રી અર્જુનરામ મેઘવાલ, ભાજપા રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ શ્રીમતી ભારતીબેન શિયાળ, મહંત શંભુનાથજી ટૂંડિયા, બાબુભાઇ જેબલિયા, પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ, વિનોદભાઈ ચાવડા, ઉપાધ્યક્ષશ્રી ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે.જાડેજા સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

વિશાળ જનમેદનીને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, આજે સવૈયાનાથ ધામ થી સોમનાથ સુધીની ગુજરાતના બે મોટા શ્રદ્ધાકેન્દ્રો વચ્ચે ગુજરાતની વિકાસગાથાનું પ્રતિબિંબ એવી ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. આ ગૌરવ યાત્રા ગુજરાતના જન જન સુધી જઈને ભાજપની ભરોસાની સરકારનો હિસાબ કિતાબ રજૂ કરશે. ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦ વર્ષથી વિશ્વાસ મુક્યો અને ભાજપાએ જનતાએ મુકેલા વિશ્વાસને પરિપૂર્ણ કર્યો ,

ગુજરાતને દેશમાં પ્રથમ સ્થાને લઈ ગયા તેનું ગૌરવ અને જનતાને ધન્યવાદ પાઠવવાની આ યાત્રા છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન, પરિશ્રમથી કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાત થી આસામ સુધી દેશ વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે તેનું ગૌરવ અપાવતી યાત્રા છે. ભરોસાની ભાજપ સરકાર રાજ્યમાં ફરી એક વખત બનશે તેવો વિશ્વાસ અપાવતી આ યાત્રા છે.

 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૦૧થી ચાલી રહેલી ગુજરાતની અવિરતપણે ચાલી રહેલી વિકાસયાત્રાનું સ્મરણ છે. આ યાત્રા જનતાની લાગણી, શ્રદ્ધા અમે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેના વિશ્વાસને રજૂ કરતી જનયાત્રા છે. ભાજપાની ડબલ એન્જીનની સરકાર ગરીબ, વંચિત, શોષિત, પીડિતને યોજનાના લાભ અને સહાય મળે તે સેવામંત્રથી કાર્ય કરી રહી છે.      

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ યાત્રાને જે પ્રમાણે જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે તે બતાવે છે કે ચૂંટણીમાં ભાજપા રેકોર્ડબ્રેક વિજય મેળવશે. કોંગ્રેસ નબળી બની છે, નિષ્પ્રાણ થઈ રહી છે તેને વર્ષોથી રાજ્યની જનતાએ નકારી છે ત્યારે કોંગ્રેસ આજે કોંગ્રેસનું કામ બોલે છે કહી રહી છે પણ કોંગ્રેસનું કામ નહીં પણ કારનામા બોલે છે. પેજકમિટી અને બુથકમિટીના કાર્યકર્તાઓની સક્રિયતા ભાજપાના ઐતિહાસિક વિજયમાં મહત્વપૂર્ણ બની રહેશે.