ડીસા પાટણ હાઈવે પર ફરી તસ્કરો ત્રાટક્યા બે દુકાનોના તાળા તોડી તસ્કરો થયાં ફરાળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી..
ડીસા શહેરમાં શિયાળાની ઋતુમાં તસ્કર ટોળકી સક્રિય બની હોય તેવું દેખાઈ રહ્યું છે થોડા દિવસ અગાઉ પ્રિતમનગર વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી જેની હજું પોલીસ તપાસ ચાલું છે ત્યારે આજે ફરીથી પાટણ હાઈવે પર પેટ્રોલપંપની બાજુમાં વધુ બે દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના બહાર આવી છે ત્યારે
શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા અને પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે
પાટણ હાઈવે પર મુખ્ય માર્ગ પર રાત્રે દરમિયાન બે દુકાનોના તાળા તુટતા હોવા છતાં કોઈ જાણ પણ ના થઇ હોય ચોરીની ઘટના બનતાં દક્ષિણ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ડીસાના રેલ્વે સ્ટેશન ચાર રસ્તા વિસ્તારમાં પેટ્રોલ પંપની બાજુમાં બે દુકાનોના તાળા તૂટ્યા છે સંવારે દુકાન માલિકોને જાણ થતાં સવારથી દુકાન આગળ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ડીસા શહેરમાં દિનપ્રતિદિન અનેક જગ્યાએ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને સ્થાનિકોમાં ભારે આકોશ જોવા મળી રહ્યો છે
આગળ પણ દસ દિવસ પહેલા એક જ સાથે સાત દુકાનોના તાળા તૂટ્યા તેનો કેસ પણ હજી અંક બંધ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા પણ તાત્કાલિક અસરથી શહેરને બાનમાં લેતા તસ્કરોને ઝડપી પાડી ચોરીના ભેદ ઉકલી તસ્કરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે
શહેરમાં તરખાટ મચાવતાં ચોર પકડાશે કે કેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો
Tv 108 24x7 live news
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા