વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ (Dialysis Center) સેન્ટરનું લોકાર્પણ કરાયું

વિજાપુર તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ દ્રારા ડાયાલિસિસ સેન્ટરનો રિબિન કાપી જનસેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત કિડની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થી વર્ચ્યુલ188+ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિજાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે વિજાપુર લોકપિય ધારાસભ્ય શ્રી  રમણભાઈ પટેલ દ્રારા  ડાયાલિસિસ સેન્ટરનો રિબિન કાપી ને  જાહેર જનતા ની સેવામાં લોકાર્પણ કરી જનસેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું


આ પ્રસંગે રોગી કલ્યાણ સમિતિ ના સભ્ય તેમજ ગોવિંદપુરા જુથ પંચાયત સરપંચ શ્રી માધુભાઈ પટેલ તેમજ શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ જી પટેલ તેમજ ડો ઇન્દ્રેશભાઈ પટેલ મેડિકલ ઓફિસર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો વિજય જે પટેલ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ તેમજ કિડની હોસ્પિટલ સિવિલ અમદાવાદ નો સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ કચેરી નો સ્ટાફ હાજર રહયો હતો
 
  
  
  
   
  